વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી


SHARE





હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી

હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ગાળો આપવામાં આવી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પાડતા સામેવાળા ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકા તથા પથ્થર વડે યુવાન તથા તેના ભાઈ અને પિતાને માર મારીને ઇજા કરવામાં આવી હતી અને સામ સામે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે સામ સામે ફરિયાદ લઈને આગળની તપાસ કરી છે

હળવદમાં દેવીપુર ગામે રહેતા જેસીંગભાઇ ખેંગારભાઈ પંચાસરા (61)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલજીભાઈ બહાદુરભાઇ પંચાસરા, બહાદુરભાઇ કુકાભાઈ પંચાસરા, બળદેવભાઈ કુકાભાઈ પંચાસરા અને કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા રહે બધા દેવપુર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરા સિંધાભાઈ ને લાલજીભાઈ સાથે મકાનના પ્લોટ બાબતે બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખીને તેઓએ ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીના દીકરાએ ગાળો બોલવાનીના પાડતા લાલજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીના દીકરાને માથામાં માર મારીને ઈજા કરી હતી જ્યારે બહાદુરભાઈએ પથ્થર વડે ફરિયાદીને માથામાં માર મારીને ગંભીર ઇજા કરતા તેઓને માથામાં છ ટાંકા આવ્યા હતા જ્યારે બળદેવભાઈએ ફરિયાદીના દીકરા સમરથભાઈને માથામાં લાકડાનો ધોકો મારીને ઈજા કરી હતી અને કરણભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામા પક્ષેથી બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરા (60)એ જેસીંગભાઇ ખેંગારભાઈ પંચાસરા, સમરથભાઈ જેસીંગભાઇ પંચાસરા અને સિંધાભાઈ જેસીંગભાઇ પંચાસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીના બનાવ સંદર્ભે સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News