હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા
હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો
SHARE
હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો
હાલમાં રાજકોટ ખાતે રહેતા યુવાને હળવદમાં રહેતી તેની માતા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોગસ સહી કરીને પોસ્ટ ઓફિસમાં આવેલા બચત ખાતામાં મોબાઈલ નંબર બદલવા માટેની પ્રક્રિયા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને યુવાનની ખોટી સહી કરનાર તેની માતાને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે
રાજકોટમાં વસુંધરા કેનાલ રોડ ઉપર રહેતા અને એલએલબીનો અભ્યાસ કરતા પાર્થ અનિલકુમાર માનસેતા (28)એ હાલમાં તેની માતા નયનાબેન માણેકલાલ મેઢા રહે. ગિરનારીનગર હળવદ વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા તેના માતાનું હળવદની સબ પોસ્ટ ઓફિસ ખાતે જોઈન્ટ બચત એકાઉન્ટ છે આ એકાઉન્ટની અંદર ફરિયાદીનો મોબાઇલ નંબર અપડેટ કરવા માટે થઈને ત્યાં વાઉચર ફોર્મ આપવામાં આવ્યું હતું જેના આધારે મોબાઈલ નંબર અપડેટ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને તેનો મેસેજ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર આવ્યો હતો જેથી તેઓએ ઇમેલ મારફતે પોસ્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો અને જેના વળતા જવાબમાં ઇમેલ મારફતે તેઓને પોસ્ટ ઓફિસેથી વાઉચર ફોર્મ મોકલવામાં આવ્યું હતું જે વાઉચર ફોર્મ સેવિંગ એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલવા માટેનું હતું અને તેમાં ફરિયાદીની સહી પણ કરેલી હતી જોકે, આ સહી ફરિયાદી દ્વારા કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદીએ વધુ તપાસ કરતા આ વાઉચર ફોર્મ તેમની માતાએ મોબાઈલ નંબર ફેરફાર કરવા માટે થઈને સબ પોસ્ટ ઓફિસમાં આપ્યું હોવાનું સામે આવ્યું હતું આમ યુવાનની માતાએ તેની ખોટી સહી વાઉચર ફોર્મમાં કરીને મોબાઈલ નંબર બદલવા માટેની અરજી કરી હતી અને ફોર્મમાં ખોટી સહી કરવામાં આવેલ છે તેની જાણ હોવા છતાં પણ યુવાનની માતાએ આ ફોર્મ પોસ્ટ ઓફિસમાં જમા કરીને યુવાનની ખોટી સહીનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી હાલમાં દીકરાએ તેની સગી માતા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









