મોરબીના આમરણ અને જૂના ઘાટીલા ગામે જુગારની 2 રેડમાં 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર
વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું
SHARE
વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં યુવાને જીવન ટુકાવ્યું
વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મૂડ ઓડિશાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનસાઇન સેરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજુભાઈ અર્જુનભાઈ મહાકુંભ (25) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેણે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી









