મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે ભંગારનો ડેલો ખાલી કરવા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન


SHARE





ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન

રક્ષાસૂત્ર માત્ર કાંડા પર બંધાતો દોરો નથી, તે સન્માન, વિશ્વાસ, કૃતજ્ઞતા અને એકબીજાના સાથનું પવિત્ર બંધન છે.ત્યારે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે યોગ ટીમ ટંકારા દ્વારા આયોજિત બંધન ફોર ફૌજીકાર્યક્રમ અંતર્ગત ટંકારાની માતૃશક્તિએ રાષ્ટ્ર અને સમાજની સેવા સાથે જોડાયેલા વિવિધ વર્ગો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની અનોખી અભિવ્યક્તિ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન દેશની સુરક્ષા માટે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર નિવૃત્ત આર્મી જવાનોને રક્ષાસૂત્ર બાંધી તેમના શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રત્યેની અવિરત નિષ્ઠાને નમન કરવામાં આવ્યું હતું. આ સાથે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોલીસકર્મીઓને પણ રાખડી બાંધી, કાયદો-વ્યવસ્થા, શાંતિ અને જનસુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસ પરિવાર પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ ટંકારાના સામાજિક આગેવાનો, સેવાભાવી અગ્રણીઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને ગ્રામજનોને પણ રક્ષાસૂત્ર બાંધી, સમાજના વિકાસ અને લોકહિત માટે તેમના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ માટે પોતાની રીતે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા દરેક વ્યક્તિ અને વર્ગ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.આ સમગ્ર આયોજન યોગપ્રચારક એડ. કંચન સારેસા (યોગકોચ, પતંજલિ તાલુકા પ્રભારી) તથા યોગ કોચ ડિમ્પલબેન સારેસા (યોગકોચ, પતંજલિ તાલુકા મહામંત્રી)ના માર્ગદર્શન હેઠળ યોગ ટીમ ટંકારાની માતૃશક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News