મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ


SHARE







માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ

માળીયા મીયાણાના મોરબી તરફ આવવાના ત્રણ રસ્તા પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ટ્રક ઉભો હતો આ ટ્રકને રેન્જ આઇજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે સફેદ પાવડરની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને દારૂની અલગ અલગ બ્રાન્ડની 4,092 બોટલો તથા ટ્રક અને પાવડરની થેલીઓ આમ કુલ મળીને 19.52 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ટ્રક ચાલક તથા તપાસમાં જેના નામ ખૂલે તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભુજ રેન્જ આઇજી ની ટીમ મોરબી જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ માળિયાના ત્રણ રસ્તા પાસેથી મોરબી તરફ જવાના ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ટ્રક નંબર આરજે 52 જીએ 2464 ઉભેલો હતો આ ટ્રકને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો અને ત્યારે ટ્રકમાં પ્લાસ્ટિકની સફેદ પાવડર ભરેલી બોરીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે જેથી પોલીસે ટ્રકમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ મળીને 4092 બોટલો જેની કિંમત 9,37,500 રૂપિયા થાય છે જેથી દારૂ તથા 10 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક અને 15,000 રૂપિયાની કિંમતનો સફેદ પાવડર આમ કુલ મળીને 19,52,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ચાલક તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ કામગીરી રેન્જ આઇજી ની ટીમના પીએસઆઇ એ.પી. વાઘેલા તથા રસિકભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહિતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી




Latest News