મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE







મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના પાનેલી ગામે વાડીએ આવેલ ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા 14 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 2,40,600 ની રોકડ તથા 17 મોબાઈલ ફોન આમ કુલ મળીને 4,70,600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાનેલી ગામની સીમમાં રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાની વાડીની ઓરડીમાં બહારથી માણસોને બોલાવીને જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા, લખમણભાઇ મેરાભાઈ બતાડા, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા, ભુરાભાઈ જમાભાઇ બતાડા, કાંતિલાલ સવજીભાઈ ચાવડા અને કાનજીભાઈ શીવાભાઈ ચાવડા રહે. બધા પાનેલી, રમેશભાઈ મડિયાભાઈ બારીયા રહે. ગજાનંદ પાર્ક મોરબી, માયાભાઈ હીરાભાઈ પાંચિયા રહે. ગીડચ, સવજીભાઈ મેપાભાઇ ફીચડીયા રહે. સરતાનપર અને રણજીતભાઈ નારણભાઈ ગમારા રહે. ગીડચ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2,40,600 ની રોકડ તથા 2,30,000 ની કિંમતના 17 મોબાઇલ ફોન આમ પુલ મળીને 4,70,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ તરીકે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસપી જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News