મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર

હળવદના ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની ચોરી કરવામાં આવી હતી જે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી જીરૂ સહિત કુલ મળીને 12.77 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ચરાડવા ગામે ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાં ઘનશ્યામસિંહ દેવુભા પઢિયારએ તેઓનું 102 બાચકામાં 280 મણ જીરૂ ભરીને મૂક્યું હતું જે 10.64 લાખની કિંમતના જીરૂના જથ્થાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેથી ખેડૂતે હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી જે ગુનામાં એલ.સી.બી.ની ટીમે મોરબી નજીક આવેલ આઈ.ટી.આઈ. સામે દેવીપૂજકના ઝૂંપડા નજીક ચેક કર્યું હતું ત્યારે ચોરાઉ જીરૂના જથ્થા સાથે ચાર શખ્સો ત્યાંથી મળી આવ્યા હતા જેથી પોલીસે જીરૂ અને બોલેરો ગાડી સહિત રૂ. 12,77,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકીસુનિલ મુકેશભાઈ સોલંકીભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાની ધરપકડ કરી હતી અને બાદમાં આરોપી તેમજ મુદામાલ હળવદ પોલીસને સોંપી દેવામાં આવેલ હતો જેથી પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે 4 આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જો કે, કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે અને ચોરીમાં ગયેલ જીરૂના બાચકા પૈકી જે જીરૂનો માલ મળ્યો નથી તેને કબ્જે કરવા માટેની તજવીજ હાથ ધરી છે




Latest News