મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત


SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે કારખાના નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ક્રેનના ચાલકે યુવતીને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ મેપ્સ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ઉર્મિલાદેવી સુરેશકુમાર ગૌતમ (21) નામની યુવતી રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કારખાના પાસે હતી ત્યારે ત્યાં ક્રેનના ચાલકે તેને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવતીને ગંભીર ઇજા થઈ હતી જેથી યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતો અલ્કેશભાઇ રાજકુમાર યાદવ (30) નામનો યુવાન મેપ્સ ગ્રેનાઈટો નામના કારખાનામાં રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કામકાજ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે ટકાતા તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
મોરબીમાં રહેતા સોહેલખાન (27) નામના યુવાનને સર્કિટ હાઉસ પાસે અજાણ્યા માણસ દ્વારા માર મારવામાં આવતા ઇજા પામેલા યુવાનને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News