મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના આમરણ ડાયમંડનગર સામે કવાર્ટરમાં રહેતા યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું આવી જ રીતે વાંકાનેર શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર સામે ક્વાર્ટરમાં રહેતા દિનેશભાઈ ડાયાભાઈ કુંભારવાડીયા (37) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રહેતા નિતીનભાઇ દિલીપભાઈ ગોહેલ (26) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે તેને કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









