મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા
SHARE
માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા
મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર માળિયા નજીક આવેલ હોટલ પાસેથી આઇસર ટ્રક પસાર થયો હતો ત્યારે પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાંથી 71 ઘેટાં મળી આવ્યા હોય અબોલજીવને વાહનમાં લઈ જતા સમયે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખી ન હતી અને એક સ્થળેથી બીજી સ્થળે અબોલ જીવને લઈ જવા માટે જરૂરી આધાર પુરાવો ન હતા જેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વિશાલા હોટલ પાસેથી આઇસર ટ્રક નંબર જીજે 9 ઝેડ 9365 પસાર થઈ રહ્યો હતો જેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને ટ્રકને ચેક કરવામાં આવતા તેમાંથી 71 ઘેટા મળી આવ્યા હતા અને ઘેટાને ઠાસોઠાસ ટ્રકમાં ભરીને ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હતા અને તેના માટેના જરૂરી આધાર પુરાવા વાહન ચાલક પાસે ન હોય 71,000 ની કિંમતના અબોલજીવ તથા 7 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 7,71,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ફિરોજભાઈ આદમભાઈ ઓડ (55) અને આરીફભાઇ ફિરોજભાઈ ઓડ 22 રહે. બંને વણસલની નળી રતનપુર તાલુકો માતર ખેડા તથા મેરાભાઈ હમીરભાઇ ખાંભલા (54) રહે. લોડાઈ તાલુકો ભુજ અને યુસુફભાઈ આદમભાઈ ઓડ (37) રહે. ખેડા કેમ્પ ઇન્દિરાનગરી તાલુકો ખેડા વાળાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડીને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વરલી જુગાર
મોરબીના સોઓરડી વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મકસુદભાઈ મુસાભાઇ ચૌહાણ (37) રહે. સોઓરડી શેરી નં-5 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે









