વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન


SHARE







મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન


મોરબીમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા મોરબી મહાપાલિકા કચેરીમાં ધરણા કરીને ધૂન કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં સંગઠનના આગેવાનોએ જણાવ્યુ હતું કે, આગામી 29 તારીખ સુધીમાં ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની ડેપ્યુટી કમિશનરે ખાતરી આપેલ છે અને હવે જો ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવવામાં નહીં આવે તો મહાપાલિકા સામે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


મોરબીમાં હિન્દુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચાએ પત્રકારોને જણાવ્યું હતું કે, શહેરમાં કતલખાનાના મુદ્દે સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તેમજ સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી રહી છે. અગાઉ તંત્રને એક મહિના પહેલા રજૂઆત કરી હતી જો કે, માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ વાળાઓને નોટિસ આપવામાં આવી હતી જો કે, આજની તારીખે પણ ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ ચાલુ છે જેથી કરીને તેને બંધ કરવાની માંગ સાથે મહાપાલિકા કચેરીમાં ધરણા કરીને ધૂન કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કમલેશભાઈએ જણાવ્યુ હતું કે, આગામી 29 તારીખ સુધીમાં ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની ડેપ્યુટી કમિશનરે ખાતરી આપેલ છે અને હવે જો ગેરકાયદેસર કતલખાનાઓ અને નોનવેજની લારીઓ બંધ કરાવવામાં નહીં આવે તો મહાપાલિકા સામે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે અને તેમાં મહાપાલિકાના કોર્પોરેટરો પણ જોડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવે ત્યારે કાર્યવાહી કરવાના બદલે માત્ર ફોર્માલિટી કરવામાં આવે છે. કેટલાક અધિકારીઓ અને ફૂડ સેફ્ટી વિભાગના કર્મચારીઓ સ્થળ પર ચેકિંગ માટે જાય છે, પરંતુ ત્યારબાદ પણ પ્રવૃત્તિઓ ચાલુ ન હતી તેવો દાવો કરવામાં આવે છે જો મોરબીમાં સામાન્ય રોજગાર મેળવતા નાના વેપારીઓની લારીઓ સામે કાર્યવાહી થતી હોય તો પછી કતલખાના તથા માંસની લારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ કર્યો હતો. અને જો મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર કતલખાના અને માંસની લારીઓ સામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મહાપાલિકા કચેરી સામે ધરણાં યોજવામાં આવશે. આ ધરણામાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપરાંત મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિતના લોકો જોડાશે. તે નિશ્ચિત છે.




Latest News