વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
SHARE
મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર સનાળા ચોકડી ત્રણ રસ્તા પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં અવની પાર્કની સામે જોધાણીની વાડી સોભાકુજ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ગુણવંતભાઈ દેવશીભાઈ ચાવડા (40)એ કાર નંબર જીજે 36 એએલ 6406 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રવાપર ઘુનડા રોડ ઉપર સનાળા ચોકડી ત્રણ રસ્તા પાસેથી ફરિયાદી તેનું બાઇક નંબર જીજે 3 એફએમ 5225 લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે બાઈક ઉપર બીપીનભાઈ પણ બેઠેલા હતા ત્યારે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી રસ્તા ઉપર નીચે પટકાતા તેને મોઢાના ભાગે તથા ડાબી આંખની ઉપરના ભાગે અને નાકમાં ગંભીર ઇજા થઈ હતી તેમજ બીપીનભાઈને પણ ડાબી આંખ પાસે ઈજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવેલ હત અને સારવાર લીધા બાદ ગુણવંતભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગાર
વાંકાનેરના આણંદપરથી પાડધરા ગામ જવાનો રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જયેશભાઈ હરગોવિંદભાઈ કુકડીયા (35) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જ્યારે જુગારની બીજી રેડ વાંકાનેરના નવાપરા પેટ્રોલ પંપની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મનોજભાઈ બાબુભાઈ કેરવાડીયા (42) રહે. નવાપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 370 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.