વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો


SHARE







હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો

મોરબી જિલ્લામાં આવેલ બાળ સંભાળ ગૃહના બાળકો આજે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા અને ત્યાં બાળકોને જીવમાં પ્રોત્સાહન મળે તે હેતુસર કલેકટર કચેરીના સભા ખંડમાં કોફી વિથ કલેકટરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો. 5 થી 11 સુધીના વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેઓ દ્વારા કલેક્ટરને ડોકટર્મ ઇજનેર, આઈએએસ અને આઇપીએસ કેવી રીતે બની શકાય તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને કલેક્ટર દ્વારા દરેક બાળકોને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્ર કઈ રીતે આગળ વધવું જોઈએ તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં જુદી જુદી બે જગ્યાઓ પર બાળ સંભાળ ગૃહ કાર્યરત છે તેની થોડા દિવસો પહેલા જિલ્લા કલેકટર દ્વારા સ્થળ તપાસ કરીને બાળકોને રહેવા અને જમવા માટે આપવા આવતી સુવિધાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે સભાખંડમાં કોફી વિથ કલેકટરનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા બોયઝ અને ગર્લ્સ બાળ સંભાળ ગૃહ ખાતે રાખવામાં આવતા 120 કરતા વધુ બાળકો સાથે સીધો જ સંવાદ કર્યો હતો. 

ત્યારે પહેલા તો કલેક્ટર દ્વારા બાળકોને જે જગ્યાએ રાખવામા આવ્યા છે ત્યાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ તેઓને જે સુવિધાઓ મળવી જોઈએ તે મળે છે કે કેમ તેની માહિતી બાળકો પાસેથી મેળવી હતી ત્યાર બાદ તેઓને ભણવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ ?, જમવાનું સારું મળે છે કે કેમ ? તે સહિતના બાળકોને સવાલ કરીને તેના જવાબ મેળવ્યા હતા. ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલ ધો. 5 થી 11 સુધીના દીકરા અને દીકરીઓમાંથી તેઓને મૂંઝવતા પ્રશ્નો કલેક્ટરને કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ડોક્ટર, ઇજનેર, આઈએએસ અને આઇપીએસ બનવા માટે તેમજ અન્ય વિભાગમાં સરકારી નોકરી મેળવવા માટે કેવી અને કેટલી તૈયારી કરવી પડે છે ? કેટલું વાંચન કરવું પડે છે ? તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થાય અને તેઓનું વિઝન ક્લિયર થાય તે રીતે પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.

વધુમાં કલેકટરે જણાવ્યુ હતું કે, આઈએએસ કે આઇપીએસ બનવા માટે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષા આપી શકે છે જો કે, તે પરિક્ષાને પાસ કરવા માટે ખૂબ જ વાંચવું પડે છે અને પૂરી મહેનત સાથેની તૈયારી કરવી પડે છે. જો તે કરવાની તૈયારી હોય તો આઈએએસ કે આઈપીએસ બનવું પણ મુશ્કેલ નથી. અત્રે ઉલેખનીય છેકે, ઘણા બધા બાળકો પ્રથમ વખત કલેક્ટર કચેરીના પગથિયાં ચડ્યા હતા જેથી તેઓને કોફી વિથ કલેકટરના કાર્યક્રમથી ઘણી બધી માહિતી જે તેઓને જીવનમાં ઉપયોગી બની શકે છે તે જાણવા મળી હતી. અને ખાસ કરીને સારું શિક્ષણ મેળવીને કઈ રીતે સારા અધિકારી બનીને તેઓ પોતાનું તથા પરિવારનું અને જિલ્લાનું નામ રોશન કરી શકે છે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

 આ કાર્યક્રમ બાદ બાળકોએ કલેક્ટર કચેરીમાં કાર્યરત 35 જેટલી સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને ત્યાં કઈ પ્રકારની કામગીરી થતી હોય છે ? ત્યાં આવતા પ્રશ્નોનો કઈ રીતે નિકાલ થતો હોય છે ? કયા કયા વિભાગની કચેરીઓ કલેક્ટર કચેરીમાં આવેલ છે ? તેની માહિતી મેળવી હતી. આમ આજના કાર્યક્રમથી બાળકોએ મેળવેલ પ્રોત્સાહન ભવિષ્યમાં તેઓની સફળતા માટેનું બળ બની શકે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી




Latest News