મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો


SHARE





વાંકાનેરના રાતીદેવરી ગામે રૂપિયા બાબતે બે વ્યક્તિને 4 શખ્સોએ માર માર્યો

વાંકાનેરના રાતીદેવરી ગામે બાકીના રૂપિયા પાછા માંગતા યુવાને તેની પાસે રૂપિયા ન હોય તેવું કહ્યું હતું જેથી કરીને તેને ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ શખ્સોએ ત્યાં આવીને બોલાચાલી ઝઘડો કરીને લાકડી વડે યુવાન તથા અન્ય એક વ્યક્તિને માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર નજીક આવેલા રાતીદેવરી ગામે રહેતા પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરા (35) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીધાભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા અને વિજયભાઈ પરસોત્તમભાઈ વોરા રહે. બધા રાતીદેવરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી બાવજીભાઈએ ફરિયાદી પાસેથી બાકી નીકળતા રૂપિયા પાછા માંગ્યા હતા ત્યારે ફરિયાદી કહ્યું હતું કે હાલે તેની પાસે રૂપિયા નથી જેથી કરીને બાવજીભાઈને સારું લાગ્યું ન હતું જેથી તેઓએ ફરિયાદીને ગાળો આપી હતી ત્યારબાદ બાકીના 3 આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહે દિલીપભાઈને બેફામ ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News