હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત
હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી
SHARE
હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી
હળવદ તાલુકાના ઘનશ્યામગઢ, કડીયાણા અને હળવદ માં ખેડૂતોના વાડી વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને જુદી જુદી ત્રણ જગ્યા ઉપરથી કુલ મળીને 520 ફૂટ જેટલો કોપર કેબલ વાયર ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોની જુદીજુદી 3 ફરિયાદ લઈને પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદમાં આવેલ આલાપ સોસાયટી ખાતે રહેતા દીપકભાઈ અંબારામભાઈ સંઘાણી (22)એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ઘનશ્યામગઢ ગામની સીમમાં ધાર નામે ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાંથી 200 ફૂટ કોપર વાયર જેની કિંમત 15,000 ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે. આવી જ રીતે હળવદમાં જુની મામલતદાર કચેરી પાસે ગોકુલનગરમાં રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમાર (60) નામના વૃદ્ધે અજાણ્ય શખ્સની સામે વાયર ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદમાં ઠળિયા પાર્ટી નામે ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાંથી 120 ફૂટ કોપર વાયર જેની કિંમત 12,000 ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તો હળવદના કડીયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઈ ઠુંગા (46)એ વાયર ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે કડીયાણા ગામની ખજુરી નામે ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાંથી 200 ફૂટ કોપર વાયર જેની કિંમત 15,000 રૂપિયાનો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે આમ ગત ઓગસ્ટ માહિનામાં તા 10 અને 20 ના રોજ જુદી જુદી ત્રણ જગ્યાએથી કરવામાં આવેલ વાયર ચોરીના બનાવમાં હવે ખેડૂતોની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છ









