શ્રાવણ માસમાં મોરબી જીલ્લામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે દેશભરના ભક્તો લે છે શિવજીના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ ચોટીલાના ચિરોડાથી મોરબી આવતો 1.20 લાખનો દારૂ વાંકાનેર પાસે ઝડપાયો: 6.25 લાખના મુદામાલ સાથે 1 ની ધરપકડ, મહિલા સહિત 2 ની શોધખોળ હળવદમાં વાડીએ પાળો બનાવવા મુદે શેડા પાડોશી ખેડૂતના પરિવાર વચ્ચે મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં જુગારની બે રેડ 10 શખ્સ 1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા: એકની શોધખોળ મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE





ટંકારાના નેકના પડધરી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

ટંકારાના નેકના પડધરી રોડ ઉપર આવેલ કારખાના સામેથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જનાર વાહન ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોય આ બનાવ સંદર્ભે મૃતક આધેના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

પડધરી તાલુકાના દહીસરડા ગામના રહેવાસી દેવજીભાઈ છનાભાઈ ચાવડા (50)અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ ભાનુભાઈ છનાભાઈ ચાવડા પોતાનું બાઇક નંબર જીજે 3 આરઆર 6049 લઈને નેકના પડધરી રોડ ઉપર આવેલ કારખાના સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જનાર વાહન ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News