હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
SHARE
હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ટીકર ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 51,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અનિલભાઈ ધીરજભાઈ ચૌહાણ, દિલીપભાઈ હરજીભાઈ ચૌહાણ, અશોકભાઈ સુખાભાઈ ચૌહાણ, કાળુભાઈ શીવાભાઈ જીંજવાડીયા, ચંદ્રકાંતભાઈ ધીરજભાઈ ચૌહાણ, રાજેશભાઈ હીરાભાઈ ચૌહાણ, યોગેશભાઈ અમરતભાઈ ચૌહાણ અને રિયાઝ વાલીભાઈ હમીરકા રહે. બધા ટીકર તથા અજયભાઈ શૈલેષભાઈ સાંકળપરા રહે. સુંદરગઢ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 51,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









