મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો !


SHARE





મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો !

મોરબી સહિત 6 જિલ્લામાંથી 6 માસ માટે હદ પાર્ક કરવામાં આવેલ શખ્સ તેના રહેણાક વિસ્તાર પાસે હોવાની ચોક્કસ હકીકતા મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું અને સ્થળ ઉપરથી હદપાર કરાયેલો શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની સામે હદપારિના હુકમનો ભંગ કરવા સબબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રોલર, કચ્છ ભુજ, જામનગર જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવામાં આવેલ શખ્સ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર પોતાના ઘર પાસે હોવાની પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (39) રહે. નજરબાગ રેલવે સ્ટેશન સામે બૌધ્ધનગર મફતીયાપરા સામે મોરબી વાળો સ્થળ ઉપરથી મળી આવ્યો હોય હદપારિના હુકમનો ભંગ કરવા સબબ તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

વરલી જુગાર ની રેડ

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા પ્રવીણભાઈ જાદવજીભાઈ કગથરા (46) રહે. તળાવિયા સનાળા મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે 4,000 ની કિંમતનો મોબાઇલ ફોન તથા 2890 રૂપિયા રોકડા આમ કુલ મળીને 6,890 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News