ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ


SHARE







ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ

હળવદના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી થયેલી જીરૂ ચોરીના ગુનાનો મોરબી એલ.સી.બી.ની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે અને 4 આરોપીઓને ચોરીમાં ગયેલ જીરૂ સહિત 12.77 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં 3 આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, તા.15 સપ્ટેમ્બર પહેલાંના સમયગાળા દરમિયાન ભવાની ઓઈલ મીલના ગોડાઉનમાંથી 102 બાચકામાં ભરેલું આશરે 280 મણ જીરૂ, જેની કિંમત રૂ.10.64 લાખ હતી, ચોરી થઈ હતી. આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં તા.18 સપ્ટેમ્બરના રોજ ગુનો નોંધાયો હતો. અને ચોરીનો ગુનો વણઉકેલાયેલો હોવાથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને મોરબી એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એલ.સી.બી. ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી હળવદ રોડ પર આઈ.ટી.આઈ. સામે આવેલા જી.ઈ.બી. સબસ્ટેશન પાછળ દેવીપૂજકના ઝૂંપડા નજીકથી ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી ચોરીમાં ગયેલું જીરૂ તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે કુલ રૂ.12,77,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને હાલમાં પકડાયેલ આરોપીઓમાં સુરજ ઉર્ફે સુરો સુખાભાઈ સોલંકી, સુનિલ મુકેશભાઈ સોલંકી, ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઈ વિરમગામીયા અને રાહુલ વિજયભાઈ દસકીયાનો સમાવેશ થાય છે. અને પોલીસે આરોપીઓ પાસેથી જીરૂના 92 બાચકા, જેમાં આશરે 231 મણ જીરૂ ભરેલું હતું અને તેની કિંમત રૂ.8,77,800, તેમજ બોલેરો ગાડી નંબર જીજે 17 યુ યુ 5175 જેની કિંમત 4 લાખ અને એક તાલપત્રી આમ કુલ મળીને 12.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઈ સોલંકી, વિશાલ ઉર્ફે ભદો દેવીપૂજક અને વાઘજી દેવીપૂજક હજુ પોલીસ પકડથી દૂર છે તેની શોધખોળ હાથ ધરી છે. અને પકડાયેલ ચારેય આરોપીઓને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી




Latest News