ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં તાજેતરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા 'ભારત કો જાનો’ મૌખિક પ્રશ્નમંચ કાર્યક્રમનું રવાપર રોડે આવેલ નીલકંઠ વિધાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની 23 શાળાઓ તથા માધ્યમિક વિભાગની 10 શાળાઓ, એમ કુલ 33 શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્ સાથે કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિવિધ ટુકડીઓમાં સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. 4 કલાક સુધી વિવિધ રાઉન્ડમાં મૌખિક પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિજેતા શાળાઓમાં પ્રાથમિક વિભાગ મોરબી સાર્થક વિધા મંદિર, માધ્યમિક વિભાગમાં શ્રી સરદાર પટેલ વિધાલય બંગાવડીનો સમાવેશ થાય છે અને તેઓની ટીમોને ઈનામ વિતરણ બાદ સમાપન સમારોહ યોજાયો હતો.
તેમજ વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત 86 બાળકોને શાળા કક્ષાએ યોજાયેલી લેખિત પરીક્ષામાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે વિજેતા થવા બદલ શિલ્ડ, પ્રમાણપત્ર તથા સુંદર અને ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, મૌખિક પ્રશ્નમંચ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સુમિતભાઈ સંધાણી, રાજેશભાઈ મોકાસણા, ગોપાલભાઈ મૂછડીયા, મનહરભાઈ કુંડારીયા, કૌશિકભાઈ અઘારા, ડૉ. જયેશભાઇ પનારા, મહાદેવભાઈ રંગપરીયા, અમરીશભાઈ વ્યાસ , ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને પ્રશ્નોત્તરીની વ્યવસ્થામાં હિરેનભાઈ ધોરિયાણી તેમજ રાજુભાઈ ડાંગરએ ખૂબ જ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અને કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ મકવાણાએ કર્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક પંકજભાઈ ફેફર ખૂબ જ જેહમત ઉઠાવી હતી