મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ
ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
SHARE
ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીના વાવડી રોડ ઉપર છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત મોરબી જિલ્લા એસોજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીને પકડી લીધેલ છે અને હાલમા આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે અને ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મળી આવેલ હોવાની જાણ કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા એસઓજીના પીઆઈ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એમડીપીએસના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી રતનભાઇ ચુણા મોરબીના વાવડી રોડ ઉપર છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને વાવડી રોડે આવેલ કે.જી.એન. સોસાયટીની પાછળ ઝૂપડામાંથી આરોપી રતનભાઇ મૂળજીભાઈ ચુણા (59) રહે. હાલ વાંકાનેર ભાટિયા સોસાયટી મૂળ રહે ગાંધીધામ ગણેશ નગર સેક્ટર 7 પ્લોટ નંબર 87 વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીએ મોરબી એ ડિવિઝન ખાતે સોંપીને ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.