મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત


SHARE





હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

હળવદના દેવીપુર ગામે રહેતી યુવતીને જુના કારખાને મજૂરી કરવા માટે થઈને જવું હતું જો કે તે બાબતે યુવતીને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જેથી યુવતીને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે બાથરૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જ્યારે મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કારતરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી ધરી છે

હળવદ તાલુકાના દેવીપુર (સુખપુર) ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ લાલજીભાઈ દેકાવાડીયાની 18 વર્ષની દીકરી દિવ્યાબેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવતી તેના પિતા સાથે તેઓની ગાડીમાં મજૂરી કામે કારખાનામાં જતી હતી અને તેના પિતાએ કારખાનું બદલાવ્યું હતું અને મજૂરી કામ માટે થઈને નવા કારખાને જવાનું હતું જો કે, યુવતીને જૂના કારખાને મજૂરી કરવી હોય જે બાબતે તેણે પોતાના પિતાને વાત કરી હતી ત્યારબાદ યુવતીને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે યુવતીને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના નીચીમાંડલ ગામ પાસે આવેલ સેગા ગ્રેનીટો સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમિતભાઈ રામસેવક (25) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News