મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી
SHARE
મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી
મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન સંચાલિત 'પ્રોજેક્ટ રક્તસેતુ' દ્વારા વધુ એક જરૂરિયાતમંદ સ્વજન માટે સમયસર રક્તની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જેમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા વર્ષાબેન અમૃતલાલ આદ્રોજા માટે અતિ દુર્લભ ગણાતા 'AB Negative' (AB-) બ્લડની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી તબીબી વિજ્ઞાન મુજબ AB Negative બ્લડ ગ્રૂપ 'Rare of the Rare' કેટેગરીમાં આવે છે, જે દર ૧૦૦૦ લોકોમાંથી માત્ર ૨ કે ૩ વ્યક્તિઓમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ બેંકોમાં પણ આ ગ્રૂપ સરળતાથી ઉપલબ્ધ હોતું નથી. ત્યારે દર્દીના પરિવાર દ્વારા મોડી રાત્રે યુવા શક્તિ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માંગી હતી. જેથી હેલ્પલાઇન એડમિન ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય જયદીપભાઈ અઘેરાનો સંપર્ક કર્યો હતો. જેથી તેઓએ જરાપણ વિલંબ કર્યા વગર મોડી રાત્રે મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે જઈને 'AB Negative' રક્ત દાન કર્યું હતું. જેથી આદ્રોજા પરિવારે રક્તદાતા જયદીપભાઈ અઘેરા તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.