હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા


SHARE



































વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા

વાંકાનેરાના રાતીદેવરી ગામ પાસેથી દારૂની હેરાફેરી થવાની છે તેવી ચોક્કસ હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે વોચ રાખવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો ગાડી અને કિયા ગાડીને રોકોમાં આવી હતી અને બોલેરો ગાડીને ચેક કરતા તેમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તથા બોલેરો અને કિયા ગાડી અને બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 14.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતીદેવરી ગામ બાજુ થઈને મોરબી તરફ દારૂનો જથ્થો લઈ આવવામાં આવનાર છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે 36 વી 3548 ત્યાંથી પસાર થઈ રહ્યો હોય તેને રોકવામાં આવી હતી ત્યારે કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ દારૂ ભરેલી કારનું કિયા કંપનીની ગાડી નંબર જીજે 36 એઆર 3167 પાયલોટિંગ કરી રહી હોય પોલીસે દારૂ ભરેલી બોલેરો ગાડી તથા પાઇલોટિંગ કરેલી ગાડી તેમજ 600 લીટર દારૂ અને 2 મોબાઈલ ફોન આમ કુલ મળીને 14.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અરવિંદ મુકેશભાઈ સોલંકી રહે. સનાળા ગામ લાયન્સનગરની બાજુમાં મોરબી, સન્ની શાંતિભાઈ કડેવાર રહે. સનાળા ગામ લાયન્સ નગરની બાજુમાં મોરબી અને પ્રકાશ જયંતીભાઈ કુંઢીયા રહે. ભીમસર મોરબી વાળાની ધરપકડ કરી છે અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News