હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ


SHARE



































હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ

ફ્લાવર ડેકોરેશનનું કામ કરતા ત્રણ યુવાનો રાજકોથી ગત શનિવારે મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે તેઓની સ્વિફ્ટ ગાડી 8 થી 10 પલટી મારી ગઈ હતી જે બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં સામે આવ્યો છે જેમાં કાર એટલી સ્પીડમાં હતી કે, કારનો અકસ્માત થઈને તે ટીસી સાથે અથડાઇ તે પહેલા કારમાં બેઠેકા 3 યુવાનો પૈકીના 2 યુવાનો 15 ફૂટ ઊંચા ઉડીને કારમાંથી બાહર ફેંકાઇ ગયા હતા જે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરાના વિડીયો હાલમાં સામે આવ્યા છે જે ભલભલાના હૈયાને હચમચાવી નાખે તેમ છે.

ગત શનિવારે સવારે રાજકોટમાં રહેતા જીવણભાઈ સવજીભાઈ ડાભી, અમનભાઈ ગણેશભાઈ બાબરીયા તથા પ્રભાતભાઇ લામકા ત્રણેય સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીઆર 5938 લઈને રાજકોટથી મોરબી આવવા માટે નીકળ્યા હતા અને આ ત્રણેય યુવાન ફ્લાવર ડેકોરેશનનું કામ કરતાં હોય તેના માટે મોરબી આવતા હતા તેવામાં શનિવારે સવારે 8:30 વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટંકારા નજીક ખજૂરા હોટલ પાસેથી આવેલ સીએનજીના પંપ પહેલા આવતી ગોળાઈમાં સ્વિફ્ટ ગાડીની ટર્ન નહીં લાગતાં ગાડી ઓવર સ્પીડમાં હોય રોડની નીચે ઉતારી ગઈ હતી ત્યાર બાદ ગાડીના ચાલક અમનભાઈ બાબરીયાએ ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી ગાડી રોડ ઉપર 8 થી 10 પલટી મારી ગઈ હતી અને ત્યાર બાદ પંપ પાસે આવેલ ટીસી સાથે ગાડી અથડાઈને ઊભી રહી હતી.

આ બનાવ એટલો ગંભીર હતી કે, ગાડીએ જયારે પલટી મારી ત્યારે તેમાં બેઠેલા ત્રણ યુવાન પૈકીના આગળની શિટમાં બેઠેલા બંને યુવાન અમનભાઇ અને પ્રભાતભાઇ 15 ફૂટ ઊંચા ઉડીને કારની બહાર ફાંગોળાઈ ગયા હતા તેવું ઇજા પામેલા જીવણભાઈ પાસેથી જાણવા મળેલ છે અને તે સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ રહ્યું છે. આ બનાવમાં જીવણભાઈને હોઠમાં તથા વાસના ભાગે ઇજાઓ થઈ હતી જ્યારે ગાડીમાં આગળની સાઈડમાં બેઠેલા પ્રભાતભાઇ લામકા તથા ડ્રાઇવર અમનભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે બંનેનું મોત નીપજ્યું છે હાલમાં ટંકારા પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે રાજકોટના જામનગર રોડ ઉપર ક્રાઈસ્ટ હોસ્પિટલની સામેના ભાગમાં રહેતા જીવણભાઈ સવજીભાઈ ડાભી (39)ની ફરિયાદ લઈને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીઆર 5938 ના ચાલક મૃતક અમનભાઈ ગણેશભાઈ બાબરીયા (27) રહે. માધાપર ચોકડી બાબરીયાની વાડી રાજકોટ વાળા સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે


















Latest News