મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો


SHARE





મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો

 મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી વાંકાનેર તરફ જતા રસ્તે જુની ત્રાજપર ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયેલા મુળ રાજસ્થાન હાલ મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ સોમાણી મેકસ સિરામીક પાસે રહેતા દિનેશભાઈ શાંતિભાઈ પટેલીયા નામનો 35 વર્ષનો યુવાન ઈજા પામ્યો હતો.જેથી તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા બે ડીવીઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

આરોપી પકડાયો
 મોરબી એસઓજી સ્ટાફે અહીંના ઢુવા ગામ નજીકથી નંબર પ્લેટ વગરના બાઈક સાથે નિકળેલા અલ્પેશ રમેશભાઈ બહોકીયા કોળી (20) રહે. વાવડી માનગઢ સુરેન્દ્રનગરને અટકાવી તેની પાસે રહેલ વાહન કિંમત રૂા.40 હજારના કાગળો માંગ્યા હતા. જે તેની પાસે ન હોય પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરવામાં આવતા તે બાઈક રાજેશભાઈ મુળજીભાઈ કટોણા રહે. નવાગામ થાનગઢ હોવાનું સામે આવતા અલ્પેશ કોળીને પકડીને થાનગઢ પોલીસને જાણ કરી હતી.

વૃધ્ધ સારવારમાં
 મોરબીના વાવડી ગામે સમજુબા સ્કુલની પાસે રહેતા મહેશભાઈ હરીયાણી (66)ને બીમારી સબબ 108 વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે અણીયાણી ગામે મારામારીમાં ઈજા થતા લીલાબેન હરખજીભાઈ દેગામા (60)ને જેતપર પીએચસી ખાતે અને આમરણ બેલા ગામે ઘરે મારામારીમાં ઈજા થતા સલીમ હારૂનભાઈ જામ (36)ને સારવારમાં ખસેડાયો હતો.

બાઈક સ્લીપ
 સામાકાંઠે સિમ્પોલો સિરામીક લેબર કવાટરમાં રહેતો મયુર વિનોદભાઈ રાઠોડ (27) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કારખાના પાસે જ બાઈક સ્લીપ થતા ઈજા પામ્યો હોય વધુ સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો. જયારે રોહીદાસપરામાં રહેતો સાજનભાઈ રીતીકભાઈ યાદવ (20) બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઈવે રેલ્વે પુલ પાસે બાઈક આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતા ઈજા પામ્યો હોય સારવારમાં લઈ જવાયો હતો.

યુવતી સારવારમાં
 ટંકારા ખાતે વાડી વિસ્તારમાં દવા પી જતા દિશાબેન જયંતિભાઈ ગોહેલ (18)ને સારવાર માટે અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હોય પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરેલ છે. જયારે હળવદ ખાતે દિવ્યેશ ભરતભાઈ પરમારની વાડીએ સાપ કરડી જતા અતુલ મુકેશભાઈ નાયક (20)ને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.ટંકારા પાસેના મિતાણા નજીક વાહન અકસ્માતમાં ઈજા થતા ધવલ ભુપતભાઈ વાંકલા (16) રહે. હરીપર ટંકારા અને રાજ વિનુભાઈ મછાર (21) રહે. હરીપરને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે સુરજબારી ટોલનાકાની પાસે થયેલ અકસ્માતના બનાવમાં ઘવાયેલા ઈમરાન આદમભાઈ માલાણી (21) રહે. માળીયા (મીં)ને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો




Latest News