મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
SHARE
મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા આધેડે વાડીએ ઝેરી દવા પી લીધી હતી. અને સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજયું હતું. તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘુંટુ ગામે રહેતા કનુભાઈ જગાભાઈ ઉડેસા નામના 52 વર્ષના આધેડે વાડીએ દવા પી લીધી હતી જેથી સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજયું હતું. જેથી સિવિલ હોસ્પીટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ. ગરીયાએ નોંધ કરી બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી. જયારે જુના રફાળેશ્વર ગામે પ્રમુખ સ્ક્રેન નામના કારખાનાના ડેલામાં રહી મજુરી કામ કરતા ફુલકુમારી રામુભાઈ ઉગરા (30) નામની મહિલાને તેના લેબર કવાર્ટરમાં રાત્રીના ન્હાયા બાદ ટેબલ ફેન ચાલુ કરતા સમયે ઈલેકટ્રીક શોર્ટ લાગ્યો હોય તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારી
મોરબીના જેતપર રોડ ઉપર મનીષ કાંટાની પાસે રહેતા અશોકસિંહ વિજયસિંહ નાયક (45)ને ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે નવાગામ ખાતે ઘર પાસે કચરો નાંખવા બાબતે ઝગડો થયા બાદ મારામારીમાં ઈજા થતા પાર્વતીબેન જીવરાજભાઈ સોલંકી અને જયશ્રીબેન જગદીશભાઈ સોલંકી (34)ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ અણીયારી ગામે થયેલી મારામારીમાં ઈજા થતા લીલાબેન હરખજીભાઈ દેગામા (60) નામના વૃધ્ધાને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.
રાજકોટ ખસેડાયો
મોરબી-રાજકોટ હાઈવે ઉપર ‘બા’ની વાડી પાસે સર્વીસ રોડ નજીક ઈલેકટ્રીક શોર્ટ લાગતા રવજીભાઈ કોળી (45) રહે. અરણીટીંબા તા.વાંકાનેરને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે. જયારે કચ્છના ભચાઉના ખોરાઈ ગામે રહેતા દેવરાજ બાબુભાઈ કોળી નામના 12 વર્ષના બાળકે ભચાઉના ગુણાતીતપુર ખાતે કોઈ કારણોસર દવા પી લેતા દેવરાજ કોળીને અહીંની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના અણીયારી ગામે ચોકડીની પાસે આવેલ પેપર મીલની બહાર વીંછી કરડી જતા અરવિંદ રામપ્રસાદ યાદવ (34)ને સારવાર માટે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે અદેપર ગામે આવેલ રાજલ પેપરમીલ ખાતે પહેલા માળેથી પડી જતા ઈજાગ્રસ્ત થયેલ જીતુભાઈ રમેશભાઈ (24) નામના યુવાનને પણ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
બાળકી સારવારમા
ધ્રોલ તાલુકાના સામાગામ ખાતે રહેતા નીરૂબેન દિલીપભાઈ દેવીપૂજક નામની ચાર વર્ષની બાળકીને શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેણીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.મૂળ હળવદ તાલુકાના રણમલપુર ગામના અને હાલમાં વીસીપરા પાસે લાયન્સનગરમાં રહેતા મયુરભાઈ વિનોદભાઈ રાઠોડ (27) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે 36 કે 5464 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદી તથા સાહેદ સુરેશભાઈ તેમના એક્ટિવા નંબર જીજે 36 એએચ 3994 માં સિમ્પોલો સીરામીક કારખાનાનું લખધીરપુર રોડ પર ગોડાઉન આવેલ છે.ત્યાંથી ઘર તરફ જતા હતા ત્યારે લખધીરપુર રોડ ઉપર આવેલ બાલાજી ચેમ્બર પાસે રોંગ સાઇડમાં બાઈક લઈને આવેલા બાઇક ચાલકે તેઓના એકટીવા સાથે બાઈક અથડાવ્યું હતું ફરિયાદીને ફ્રેક્ચર અને માથામાં હેમરજ થતા જેવી ઈજા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા









