મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે


SHARE









મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હળવદના લોકોને એક જ સ્થળેથી મળી રહે તેમજ વિવિધ યોજનાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર હળવદ નગરપાલિકા દ્વારા ૨ દિવસ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન તા.૦૩/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે, જ્ઞાન શક્તિ રેસીડેન્સી સ્કુલ, સ્વામિનારાયણ ગુરુકુળ, ધરમપુર, મોરબી ખાતે કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં મોરબીના લોકોને ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મોરબી જિલ્લા તંત્ર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

હળવદ શહેરમાં તા. ૦૧/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ રાજોધરજી હાઇસ્કૂલ ખાતે તેમજ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ પટેલ વાડી ખાતે સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગો હેઠળ આવતી વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હળવદ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજના અને સેવાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.




Latest News