મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ


SHARE









મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ

મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે  બોલાચાલી થઈ હતી ત્યારબાદ સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, શિવરાજ ભાટી, ભાટીસિંહ, દિલુભા અને શક્તિ દિલુભા રહે. બધા રામકો વિલેજ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘર પાસે ભક્તિબેનનો દીકરો ફટાકડા ફોડતો હતો જે બાબતે ફરિયાદીએ ભક્તિબેનને કહ્યું હતું તે વાતનો ખાસ રાખીને ભક્તિબેન અને ગીતાબેન હાથમાં લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં ઘરના દરવાજા ઉપર લાકડાના ધોકા મારીને ગાળો બોલી હતી ત્યારબાદ બાકીના આરોપી ત્યાં આવ્યા હતા અને ભક્તિબેન તથા ગીતાબેનને ફરિયાદીને માર મારવા ઉશેકેર્યા હતા તેમજ શિવરાજ ભાટીએ ફરિયાદીને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે સામા પક્ષેથી ભક્તિબા હઠીસિંહ પઢિયાર (30)એ લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. 25/9 ના રોજ શેરીમાં આરોપીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતે ફરિયાદી અને સાહેદ ગીતાબેન સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે આરોપીએ ફરિયાદી સાથે બોલોચાલી કરીને હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે તથા સાહેદ ગીતાબેનને હાથમાં માર માર્યો હતો અને ઈજા કરી હતી જેથી આ બનાવ સંદર્ભે પોલીસે સામસામે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News