મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ


SHARE









મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ

કચ્છમાં માતાના મઢ જતા પદયાત્રીકો માટે મોરબીમાં આવેલ ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળ દ્વારા કંઢેરાઈના પાટીયા પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે શ્રી રાજપૂત સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કચ્છ આશાપુરા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે મોરબીના વિરપરડા ગામના પાટિયા નજીક કાળભૈરવ મંદિરે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા કેમ્પ આગામી તા. 4 થી 7 ઓકટોમ્બર સુધી ચાલુ રાખવામા આવશે અને મોરબી ગ્રીન ચોકના આશાપુરા મિત્ર મંડળના સભ્યો દ્વારા ભુજથી 13 કિલોમીટર નજીક દુધઈ રોડ પર કંઢેરાઈના પાટીયા પાસે પધ્ધર ગામની બાજુમાં સેવા કેમ્પનું આયોજન કરાયું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીકોને રહેવા, જમવા, ચા-નાસ્તો, મેડિકલ સુવિધા 24 કલાક આપવામાં આવશે. મહત્વનું છે કે આશાપુરા મિત્ર મંડળ દ્વારા 8 વર્ષથી વાહન દ્વારા અને 16 વર્ષથી કેમ્પ દ્વારા પદયાત્રીકો માટે વ્યવસ્થા કરે છે આ કેમ્પનો લાભ લેવા પદયાત્રીકોને અનુરોધ કરાયો છે. અને વધુ માહિતી માટે અશ્વિનભાઈ ઉભડીયા 99130 52330, પ્રફુલભાઈ સોની 98792 71793, મનસુખભાઈ બરાસરા (મનુકાકા) 9879175277, પારસભાઈ પટેલ 98981 52867, હીમાંશુભાઈ પારેખ 8160957930 નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

 

મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ

મોરબીના વિરપરડા પાટિયે આવેલા કાળભૈરવ દાદાના મંદિર ખાતે સેવા કેમ્પનો શુભારંભ આગામી તા ૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ થશે. અને પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે અહીં ૨૪ કલાક રહેવા, જમવા, ચા-નાસ્તો, ઠંડા પાણી તેમજ તાત્કાલિક મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. શ્રી કાળભૈરવ મંદિર ગ્રુપ અને વિરપરડા-મોડપર રાજપૂત સમાજ દ્વારા સર્વે પદયાત્રીઓ અને ભાવિક ભક્તોને સેવાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News