મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
SHARE
રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
હળવદ મોરબી ચોકડી નજીક કણબીપરા જવાના રસ્તા ઉપર બાઇક અને છકડો રિક્ષામાં 11 જેટલા શખ્સો લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયા જેવા હથિયારો લઈને જઈ રહ્યા હતા તેને રોકવા માટેનો પોલીસે પ્રયાસ કર્યો હતો તો પણ આ શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યાર બાદ મોરબી ચોકડી પાસે મારા મારિનો બનાવ બનેલ હતો જેથી પોલીસે રિક્ષા અને બાઈકમાં ગયેલા 11 શખ્સો સામે લોકોની ઉશ્કેરણી, જાહેરનામા ભંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદના પોલીસ કર્મચારી ભરતભાઈ નાથાભાઈ ચરમટા (31)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સદ્દામ ઉર્ફે ભાણો રહે. રાજકોટ તથા બાઈક નંબર જીજે 36 એએન 0380 માં આવેલા 3 અજાણ્યા શખ્સો અને છકડો રિક્ષામાં બેઠેલા અજાણ્યા સાત માણસો સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, હળવદ મોરબી ચોકડી નજીક કણબીપરા જવાના રસ્તા ઉપરથી ત્રીપલ સવારી બાઈકમાં લોખંડના પાઇપ અને ધારિયા જેવા હથિયાર સાથે જઈ રહેલા શખ્સોને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો તો પણ બાઇક વાળા શખ્સો હથિયાર સાથે ત્યાંથી જતાં રહ્યા હતા ત્યારબાદ પાછળથી છકડો રીક્ષામાં 8 જેટલા માણસો બેઠેલા હતા તેના હાથમાં લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયા જેવા હથિયારો હતા જેથી છકડો રીક્ષા રોકવા માટેનો પોલીસે પ્રયત્ન કર્યો હતો ત્યારે રિક્ષામાં બેઠેલા આરોપી સદામ ઉર્ફે ભાણો રહે. રાજકોટ વાળાએ રીક્ષા ડ્રાઇવરને કહ્યું હતું કે “રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી” તેમ કહીને સદ્દામ ઉર્ફે ભાણોએ રિક્ષામાં બેઠેલા શખ્સોને સામત ભરવાડને મારી નાખવા માટે ઉશ્કેરીયા હતા દરમિયાન છકડો રીક્ષા વાળાને ના પાડવા છતાં પણ તેને સદામના કહેવાથી રિક્ષા મારી મૂકી હતી અને ત્યાંથી જતાં રહયા હતા અને પોલીસ કર્મચારીના આદેશનું પાલન કર્યું ન હતુ ઉશ્કેરણી કરી હતી તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો જેથી પોલીસે 11 જેટલા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપી આસિફ અબ્દુલભાઈ ભટ્ટી (28) રહે. મોટું ફળિયું હળવદ, સહેજાન રજાકભાઈ ભટ્ટી (21) રહે. જંગરીવાસ હળવદ અને મહમદહનીફ અબુભાઈ ભટ્ટી (45) રહે. કુંભાર દરવાજા પાસે હળવદ વાળા ની ધરપકડ કરવામાં આવેલ છે