મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત


SHARE









માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત

મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દેવ સોલ્ટ કારખાના સામેથી યુવાન પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ બલ્કરના ચાલકે તેનું વાહનની ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બલ્કરના ચાલકને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં ટ્રક ટ્રેલરના ચાલકની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મદનસિંહ રતનસિંહ રાવત (31)એ હાલમાં માળિયામાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક ઇસ્માઈલ હાસમભાઇ સુમરા રહે. ડુમરા તાલુકો અબડાસા જિલ્લો કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના કારખાનાની સામેના ભાગમાંથી મૃતક પોતાના હવાલા વાળું બલકર નંબર જીજે 12 બીવાય 9666 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બીજાની જિંદગી જોખમ તે રીતે વાહન ચલાવીને ફરિયાદીના ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીડબલ્યુ 6617ની પાછળના ભાગમાં પોતાનું બલ્કર અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં મૃતકને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News