મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી
મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલિકા કોમ્પલેક્ષ ખાતે દુકાન ધરાવતા વેપારી યુવાન સાથે અગાઉ થયેલ બોલાચારીનો ખાર રાખીને તેની દુકાનની બહાર બોલાવ્યો હતો અને ત્યાર બાદ ચાર શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ઢીકાપાટુ અને પ્લાસ્ટિકની મોટી ખાલી બોટલથી માર મારીને કાનમાં ઈજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા રેસીડેન્સી વિનાયક વીલા બ્લોક નંબર 201 ખાતે રહેતા ચંદ્રેશભાઇ રણછોડભાઈ પનારા (36) એ હાલમાં શૈલેષભાઈ ગોરીયા અને અજાણ્યા ત્રણ માણસો આમ કુલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલિકા કોમ્પલેક્ષ ખાતે પટેલ પાન નામની દુકાને ફરિયાદી હતા ત્યારે આરોપી શૈલેષભાઈ સાથે અગાઉ તેને બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને ફરિયાદીને આરોપી શૈલેષભાઈની સાથે આવેલ તેના મિત્રે દુકાનની બહાર પાર્કિંગમાં બોલાવ્યા હતા જેથી ફરિયાદી ત્યાં જતાં તેને ગાળો આપીને તેની સાથે જપાજપી કરવામાં આવી હતી. અને ત્યાં પડેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને હાથે, પગે અને માથામાં માર માર્યો હતો. તેમજ ફરિયાદી ત્યાંથી ભાગવા જતા શૈલેષભાઈ સાથે આવેલા તેના મિત્રએ ફરિયાદીને પકડી રાખેલ અને ત્યારબાદ ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી દરમિયાન દિવ્યેશભાઈ ફરિયાદીને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીની સાથે આવેલ તેના મિત્રએ દિવ્યેશભાઈને પાણીની મોટી ખાલી બોટલથી તેમજ ઢીકાપાટુનો માર મારીને કાનમાં ઈજા કરી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.