માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત
SHARE
મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી યુવાને તેની દીકરીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ બાઈક ચાલકે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઈક ઉપર બેઠેલ યુવાનની દીકરી રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે સર્વોપરી સ્કૂલ નજીક દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઈ જયંતીભાઈ જલાલજી (47)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એએમ 7342 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગરથી હળવદ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેટ્રોલ પંપની સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએલ 2522 લઈને પસાર થઈ હતી ત્યારે પાછળથી આરોપીએ તેનું બાઇક ફરિયાદીના બાઈકમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી સાથે તેના બાઈક ઉપર બેઠેલ તેની દીકરી દ્વિજા (10) રસ્તા ઉપર નીચે પટકાઈ હતી જેથી તેને માથાના ભાગે ઈજા થઈ હોય તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલે લઇ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે