મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ દુકાને ઉધારમાં માલ લેવા આવેલા શખ્સને ઉધારમાં માલ આપવાની દુકાનદારે ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા શખ્સે દુકાનદાર અને તેના પત્નીને ગાળો આપી હતી અને તેઓની સાથે જપાજપી કરીને ફ્રિજમાં પથ્થરનો ઘા મારીને નુકસાન કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્ક ખાતે રહેતા જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી (64) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ રાયધનભાઇ છુછીયા રહે.મીરા પાર્ક શેરી નં.-3 મોરબી ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના વાવડી રોડ ઉપર મીરા પાર્ક પાસે તેઓની દુકાન આવેલી છે અને ત્યાં આરોપી ઉધારમાં વસ્તુ માંગતો હતો જેથી ફરિયાદીએ ઉધારમાં વસ્તુ આપવાની તેને ના પાડી હતી જે બાબતને લઈને આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરિયાદી તથા તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જપાજપી કરી હતી તેમજ દુકાનના ફ્રીજમાં પથ્થર મારીને નુકસાન કર્યું હતું આટલું જ નહીં પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.