મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા


SHARE









મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે સમાજ સુરક્ષા કચેરી દ્વારા મહાત્મા ગાંધીજીની અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિતે દિવ્યાંગજનો માટે વિહલચેર, કેલીપર્સ, હિયરિંગ મશીન વગેરે જેવા 139 જેટલા સાધનો અર્પણ કરવા માટેનો સમારોહ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ જ્યંતીભાઈ રાજકોટિયા, ટંકારા - પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સરકારની વિવિધ યોજનાઓ આયુષમાનકાર્ડ, દિવ્યાંગોની વિવિધ યોજનાઓ વગેરેની માહિતી આપી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ સેવાકાર્યો વિશે વાતો કરી હતી અને સાંસદ કેસરીદેવસિંહે જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકો પણ પોતાના શક્તિ અને સામર્થ્ય દ્વારા આગળ વધી દેશનું નામ રોશન કરી શકે છે. આ કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયાએ સભાળ્યું હતું, અને કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા એકમ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલયના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News