મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ


SHARE









મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના જેતપર ગામે સરપંચની વાડીએ રહીને મજૂરી કામ કરતા રામાભાઇ હરજીભાઈ નાયકા (70) નામના વૃદ્ધ વાડીએ હતા.ત્યારે ત્યાં તેઓને હાર્ટ એટેક આવી જવાના કારણે તેમનું મોત નીપજયું હતું.ત્યારબાદ તેમના મૃતદેહને જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરએ તેઑને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

યુવાનને માર માર્યો
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા નિકુંજભાઈ લાભુભાઈ વાઘેલા (20) નામના યુવાનને થોરાળા ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

પોકસોના ગુનામાં આરોપી પકડાયો

મોરબી તાલુકાના નાનીવાવડી ગામ પાસેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી હાર્દિક કાંતિભાઈ ચાવડા (24) રહે. નીલકંઠ પાર્ક સોસાયટી નાની વાવડી કબીર આશ્રમ સામે ભૂમિ ટાવરની પાસે મોરબી વાળાની અટકાયત કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News