મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ
મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાનાની અંદર કામગીરી મશીનમાં ફસાઈ ગયેલ રબ્બરના ટુકડા કાઢવા જતાં સમયે કન્વીનર બેલ્ટ અને મશીનની વચ્ચે યુવાનનો હાથ આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજા થતાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી હતી
મોરબી તાલુકાના અમરનગર ગામ પાસે જુના સાદુળકા ગામની સીમમાં આવેલ અગ્રવાલ રબર નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાસીદ નસીમભાઈ મિર્ઝા (43) નામનો યુવાન કારખાનાની અંદર કન્વેનર બેલ્ટ ઉપર રબ્બરના ટુકડા રોડ ઉપર ફસાયેલ હતા તેને કાઢતો હતો ત્યારે કોઈ કારણોસર કન્વેટર બેલ્ટ અને રોલરની વચ્ચે હાથ ફસાઈ જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ગંગાધરભાઈ ની વાડીએ ટ્રેક્ટર ઉપરથી પડી જવાના કારણે દેવરાજ આંસુભાઈ બડોદરિયા (64) નામના વૃદ્ધને ઈજા થઇ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી હતી
વીજ શોક લાગ્યો
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કિરણબેન વિશાલભાઈ (28) નામના મહિલા ઘરે હતા ત્યારે ત્યાં તેઓને ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલાને માર માર્યો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા વિલાસબેન ચંદુભાઈ (25) નામના મહિલાને ઘરે હતી ત્યારે તેને પતિએ માર માર્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી









