વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી


SHARE











માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી

માળીયા (મી) તાલુકાના ખીરઈ ગામે રહેતા યુવાને અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને આરોપીના દીકરાએ યુવાનને ફોન કરીને ગાળો આપી હતી તેમજ હથિયાર વડે ભડાકો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતા સુલતાનભાઇ રહેમાનભાઈ સામતાણી (47)એ નાસીર રણમલ સામતાણી રહે. ખીરઇ વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતે પંચવટી ગામના પાટીયા પાસે પાણીના ટાંકા નજીક હતા ત્યારે અગાઉ દોઢ મહિના પહેલા આરોપીના પિતા દિલાવરભાઈ સામતાણી સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ફોન કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ હથિયાર વડે ભડાકો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News