મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
SHARE
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ
મોરબીમાં રહેતા પરિવારની સગીર દીકરીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેની સાથે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આટલું જ નહીં સગીરાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આધાર પુરાવાઓને ધ્યાને લઈને તેમજ મદદનીસ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે
આ કેસની મળતી માહિતી મુજબ વર્ષ 2021 માં મોરબીમાં રહેતા ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને આરોપીએ તેનું અપહરણ કર્યું હતું અને અને ત્યાર બાદ જુદી જુદી જગ્યાએ લઇ જઈને સગીરાની સાથે દુષ્કર્મ કર્યું હતું અને શરીર સંબંધ બાંધી ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો આટલું જ નહીં સગીરાને તેના ભાઈ તેમજ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી આ કેસ મોરબીમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆ દ્વારા 15 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા અને જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી અલ્તાફ યાસીનભાઈ મોવરને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 25 હજારનો દંડ કર્યો છે તેમજ ભોગ બનનારને ગુજરાતની વિકટીમ કંપન્શેસન યોજના હેઠળ 4 લાખ રૂપિયા અને જો આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો તેના સહિત કુલ મળીને 4,25,000 ચુકવવા માટે આદેશ કર્યો છે.