વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત


SHARE











ખેલ મહાકુંભ-૨૦૨૬: મોરબી જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન; ૩૯ રમતોમાં ૭ વયજૂથના રમતવીરો બતાવશે કૌવત

તા. ૧૧ થી ૧૯ ઓક્ટોબર અને તા. ૨૭ નવેમ્બર થી ૦૬ ડિસેમ્બર દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાશે; વિજેતા ખેલાડીઓ અને શ્રેષ્ઠ શાળાઓને લાખો રૂપિયાના રોકડ પુરસ્કાર અપાશે

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી દ્વારા સંચાલિત 'ખેલ મહાકુંભ-૨૦૨૬' અંતર્ગત મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષા તથા મોરબી મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાઓ બે તબક્કામાં એટલે કે તા. ૧૧-૧૦-૨૦૨૬ થી ૧૯-૧૦-૨૦૨૬ તેમજ તા. ૨૭-૧૧-૨૦૨૬ થી ૬-૧૨-૨૬ દરમિયાન યોજાનાર છે. ખેલ મહાકુંભ-૨૬ માં કુલ ૩૯ જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ ગૃપ, અબોવ-૪૦ વર્ષ તથા અબોવ-૬૦ વર્ષ એમ કુલ ૭ અલગ-અલગ વયજૂથમાં હરિફાઈઓ યોજાશે.તાલુકા-ઝોનકક્ષાની સ્પર્ધાઓમાં વ્યક્તિગત રમતોમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર ખેલાડીઓ તથા ટીમ રમતમાં વિજેતા બનેલી બે ટીમોને જિલ્લાકક્ષા-મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મળશે. ત્યારબાદ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ અને દ્વિતીય ક્રમાંકના પ્રતિભાશાળી ખેલાડીઓ અને પસંદગી પામેલી ટીમ્સ ઝોન તથા રાજ્યકક્ષા સુધી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. 

રમતવીરો અને પ્રોત્સાહિત કરતી શાળાઓ માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ તથા રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓના કોચને આકર્ષક રોકડ પુરસ્કારોની જોગવાઈ કરવામાં આવી છે.તાલુકાકક્ષાએ વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. ૧૫૦૦, દ્વિતીયને રૂ. ૧,૦૦૦ અને તૃતીયને રૂ. ૭૫૦ નો પુરસ્કાર અપાશે, જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. ૧,૦૦૦, રૂ. ૭૫૦ અને રૂ. ૫૦૦ રોકડ ઇનામ મળશે. જિલ્લાકક્ષાએ વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. ૫,૦૦૦, દ્વિતીયને રૂ. ૩,૦૦૦ અને તૃતીયને રૂ. ૨,૦૦૦ નો પુરસ્કાર અપાશે, જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. ૩,૦૦૦, રૂ. ૨,૦૦૦ અને રૂ. ૧,૦૦૦ રોકડ ઇનામ મળશે. ઉપરાંત રાજ્યકક્ષાએ વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦,૦૦૦, દ્વિતીયને રૂ. ૭,૦૦૦ અને તૃતીયને રૂ. ૫,૦૦૦ નો પુરસ્કાર અપાશે, જ્યારે ટીમ રમતમાં વિજેતાઓને અનુક્રમે રૂ. ૫,૦૦૦, રૂ. ૩,૦૦૦ અને રૂ. ૨,૦૦૦ રોકડ ઇનામ મળશે.શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં તાલુકાકક્ષાએ પ્રથમ આવનાર શ્રેષ્ઠ શાળાને રૂ. ૨૫,૦૦૦, દ્વિતીયને રૂ. ૧૫,૦૦૦ અને તૃતીયને રૂ. ૧૦,૦૦૦ અને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ. ૧,૫૦,૦૦૦, રૂ. ૧,૦૦,૦૦૦ અને રૂ. ૭૫,૦૦૦ તથા રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ. ૫,૦૦,૦૦૦, રૂ. ૩,૦૦,૦૦૦ અને રૂ. ૨,૦૦,૦૦૦ સુધીનો પુરસ્કાર એનાયત કરાશે. 

ઉપરાંત રાજ્યકક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વ્યક્તિગત ખેલાડીઓના કોચને અનુક્રમે રૂ. ૧,૫૦૦, રૂ. ૧,૨૦૦ અને રૂ. ૯૦૦ તથા વિજેતા ટીમના કોચને અનુક્રમે રૂ. ૧,૦૦૦, રૂ. ૭૫૦ અને રૂ. ૫૦૦ રોકડ ઇનામ મળશે.સ્પર્ધાનો સવિસ્તર કાર્યક્રમ, સ્થળ અને અન્ય માહિતી માટે ખેલ મહાકુંભની અધિકૃત વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace અથવા www.khelmahakumbh.gujarat.gov.in ની મુલાકાત લેવા તથા ટોલ-ફ્રી નંબર 18002746151 પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

 




Latest News