વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો


SHARE











હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો

હળવદની રાણેકપર ચોકડી પાસે ટ્રુ કેર લક્ઝરીયસ સ્પામાં બોડી મસાજની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મુળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે 1 આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી 35 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

હળવદમાં સ્થાનિક પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણેકપર ચોકડી પાસે વિશ્વાસ આર્કેડ મોલમાં આવેલ ટ્રુ કેર લક્ઝરીયસ સ્પામાં રેડ કરી હતી ત્યારે ત્યાં બોડી મસાજ સ્પાની આડમાં કૂટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી હળવદ પોલીસે સ્થળ પરથી સ્પા સંચાલક આરોપી રોહિતજી દલસંગજી વાઘેલા રહે. લોરવાડા તાલુકો ડીસા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડ 5000 રૂપિયા અને 30 હજારના 2 મોબાઈલ આમ કુલ મળીને 35 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. અને તેની પૂછપરછ દરમ્યાન વિષ્ણુ પ્રતાપ ગોહરીયા રહે. કારેલા તાલુકો લખતર  વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News