માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા


SHARE











માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા દારૂના જુદા જુદા બે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી દરમિયાન એલસીબીની ટીમ દ્વારા એક આરોપીને મોરબીમાં નટરાજ ફાટક પાસેથી તથા બીજા આરોપીને માળિયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી દબોચી લેવામાં આવેલ છે અને બંને આરોપીઓને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યા છે

સરહદી રેન્જ ભુજના આઈજી દ્વારા જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ એસ.પી.જાડેજાની સૂચના હેઠળ સ્ટાફ દ્વારા જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ તથા ખાનગી બાતમીદારો પાસેથી મળતી માહિતી આધારે આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી મનસુખભાઈ હન્નાભાઈ ચાવડા (26) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાને નટરાજ ફાટક પાસેથી પકડવામાં આવેલ છે અને દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી મહેન્દ્રસિંહ જીતુભાઈ ગોહિલ (30) રહે. મૂળ ભારોલી તાલુકો તળાજા હાલ રહે. માણાબા તાલુકો માળીયા મીયાણા વાળાને ભીમાસર ચોકડી પાસેથી પકડવામાં આવેલ છે અને બંને આરોપીઓને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે




Latest News