માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ


SHARE











મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ

મોરબીમાં આવેલ વિકાસ વિદ્યાલયમાં દીકરીઓની સારસંભાળ રાખવામાં આવે છે. અને ત્યાં રહેતી દીકરીઓમાંથી ૮૦ દીકરીઓ મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છે અને ખાસ વાત એ છે કે, ધો. ૧થી ૧૨ સુધીમાં કોઈપણ પ્રકારની શૈક્ષણિક ફી ચૂકવ્યા વિના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલ દ્વારા પ્રવેશ આપવામાં આવેલ છે.

આ દીકરીઓએ ઓમશાંતિ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ટી.ડી.પટેલને પ્રવાસે લઈ જવા માટે વિનંતી કરી હતી. જેથી અનાથ દીકરીઓની લાગણી તાત્કાલિક સ્વીકારીને ધો. ૭ થી૧૨ સુધીની ૪૫ દીકરીઓને જુનાગઢ, સોમનાથ, દીવ, તુલસીશ્યામ, સતાધાર, કાગવડ સહિતના સ્થળોએ બે રાત્રી અને ત્રણ દિવસના પ્રવાસનું નિશુલ્ક આયોજન કર્યું હતું. આ પ્રવાસ માટે સ્લીપર બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને પ્રવાસ દરમિયાન દીકરીઓના રહેવા, જમવા અને અન્ય તમામ જરૂરી વ્યવસ્થાઓની જવાબદારી પણ સંસ્થાની તરફથી કરવામાં આવી હતી. એટલું જ નહીં, ૭૬ વર્ષની ઉંમરે ટી.ડી.પટેલ પોતે પણ દીકરીઓ સાથે સમગ્ર પ્રવાસમાં જોડાયા હતા અને પ્રવાસ દરમિયાન તેમની સુખાકારી તથા વ્યવસ્થાનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રવાસ દરમિયાન ટી.ડી.પટેલ દ્વારા દીકરીઓને નાસ્તો, નાળિયેર આઈસ્ક્રીમ સહિતની વિવિધ વસ્તુઓનો આનંદ કરાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં પ્રવાસમાં આવેલ દરેક દીકરીને તેઓએ 500 રૂપિયા પોતાના ખર્ચ માટે વાપરવા આપ્યા હતા. આ દીકરીઓને માતા-પિતાની જેમ સાથે રહીને ટી.ડી.પટેલ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ દીકરીઓએ જૂનાગઢમાં આવેલ સક્કરબાગ, સોમનાથ મહાદેવના દર્શન, દિવાના નાગવા બીચનો આનંદ, તુલસીશ્યામ ખાતે જંગલ અને કુદરતી વાતાવરણ, ખોડિયાર ધોધ અને આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન દીકરીઓની સંભાળ અને સેવા માટે ઓમશાંતિ વિદ્યાલયના આચાર્ય સંજય આર. વિરડીયા, મનીષાબેન ગૌસ્વામી, સેજલબેન ડાભી, વિરેનભાઈ દવે તથા રસોઈ અને અન્ય વ્યવસ્થામાં ચૌહાણ રૂપાબેન, પરમાર ચંદ્રિકાબેન અને બદરકીયા હંસાબેન દ્વારા સેવા આપવામાં આવી હતી.




Latest News