વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું


SHARE











ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું

ટંકારાના હડમતીયા ગામથી આગળ પાલનપીરના મંદિર પાસેથી મેટાડોર લઈને પસાર થઈ રહેલા શખ્સે પોતાનું વાહન બેફિકરાયથી ચલાવ્યું હતું અને યુવાનના પગ ઉપરથી મેટાડોરનું પાછળનું ટાયર ફરી ગયું હતું જેથી યુવાનને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતા આકાશભાઈ દિનેશભાઈ મકવાણા (26)એ હાલમાં ટાટા 407 નંબર જીજે 3 વાય 6521 ના સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાના હડમતીયા ગામ નજીક પાલનપીરના મંદિર વાળા રોડ ઉપરથી આરોપીએ પોતાના હવાલા વાળું વાહન બેફિકરાયથી ચલાવ્યું હતું અને ફરિયાદીના સાળા કપિલભાઈના પગ ઉપરથી પાછળનું ટાયર ફેરવી દેતા તેને ડાબા પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News