વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી


SHARE











મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી

મોરબીના મકનસર ગામ પાસે આવેલ સ્વામી નારાયણ મંદિરની બાજુમાં ગેસ એજન્સી પાસે કાર ઊભી રાખવામાં આવી હતી. દરમ્યાન કારની પાછળની સીટમાં રોકડા 6.50 લાખ રૂપિયા તથા બેંકની ચેકબુક, પાસબુક અને રેશનકાર્ડની કોપી ભરેલ બેગ મુકવામાં આવી હતી જે બેગની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગર શેરી નં 3 માં મારુતિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201 ખાતે રહેતા રાજેશભાઈ ધીરજીભાઈ ફેફર (54)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના મકનસર ગામે સ્વામી નારાયણ મંદિરની બાજુમાં પ્રિય ગેસ એજન્સી પાસે ફરિયાદીએ પોતાની કાર નંબર જીજે 36 એએલ 2229 પાર્ક કરીને મૂકી હતી જેમાં રોકડા 6.50 લાખ રૂપિયા તથા અલગ અલગ બેંકની ચેકબુક, પાસબુક અને રેશનકાર્ડ ભરેલ બેગ ડ્રાઇવરની પાછળની શિટમાં મૂકવામાં આવી હતી જે બેગની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોઈ પણ રીતે ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મૂળ લક્ષ્મીનગરની બાજુમાં રોટરીનગરના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે શાળાની બાજુમાં રહેતા કૌશિકભાઈ ચમનભાઈ પરમાર (21) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે રફાળેશ્વર ગામે નિશાળની બાજુમાં તેને પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 8324 પાર્ક કરીને મૂક્યું હતું જે 30,000 રૂપિયાની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News