વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર


SHARE











મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સાવરની પાળને ડેવલોપ કરવા માટે થઈને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી આજે મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને એકી સાથે 4 હિટાચી, 10 જેસીબી સહિતની મશીનરીને કામે લગાડીને તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને સાંજ સુધીમાં 80 કરોડ રૂપિયાની કિંમતની 25,000 સ્ક્વેર મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવશે.

મોરબીમાં અગાઉ પંચાસર રોડ ઉપર રોડને પહોળો બનાવવા માટે થઈને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે એકી સાથે 200 થી વધુ મકાનોને જેસીબી ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ પંચાસર રોડ ઉપર લાતી પ્લોટની પાછળના ભાગમાં આવેલ સાવરની પાડ તરીકે ઓળખાતા તળાવને ડેવલપ કરવા માટેની કામગીરી મહાપાલિકા દ્વારા હાથ ઉપર લેવામાં આવી છે અને ત્યાં ડ્યુટીફિકેશન અને લેક ડેવલપમેન્ટનું કામ કરવાનું હોય ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ કાચા પાકા બાંધકામો માટે 187 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી જોકે, એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી તેમ છતાં પણ ત્યાં રહેતા આસામીઓ દ્વારા પોતાના દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી

મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા પાસેથી મળતી વિગત મુજબ કુલ મળીને 187 જેટલા ગેરકાયદેસર બાંધકામો હતા જેને દૂર કરવા માટે નોટિસો આપીને આસાનીઓને જગ્યા ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવેલ હતો જો કે, તેઓએ પોતાની ઘરવખરી બહાર કાઢી લીધી હતી પરંતુ દબાણોને દૂર કર્યા ન હતા જેથી આજે ગેરકાયદે બાંધકામોને તોડવા માટે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને તેના માટે 4 હિટાચી, 10 જેસીબી અને 10 ટ્રેક્ટરને કામે લગાડવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં 80 કરોડ જેટલી બજાર કિંમતની 25,000 સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીનને દબાણ મુક્ત મુક્ત કરવામાં આવશે.

વધુમાં ડીવાયએસપી જે.એમ.આર પાસેથી મળતી માહિતી મુજબ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય તે માટે 4 ડીવાયએસપી, 7 પીઆઇ, 17 પીએસઆઇ અને 200 જેટલા પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં ડિમોલિશનની કામગીરી સો ટકા પૂર્ણ થાય તે પ્રકારની વ્યવસ્થા મહાપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે




Latest News