વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ


SHARE











મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ

દર વર્ષે કચ્છમાં માતાના મઢે નવરાત્રીના પહેલા નોરતે માતાજીના દર્શન કરવા માટે થઈને હજારો માઈ ભક્તો જતાં હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ પદયાત્રી, સાયકલ યાત્રીઓ કે બાઈક યાત્રીઓ માતાના મઢે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહ્યા છે. ત્યારે યાત્રીઓને તેઓની યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જુદી જુદી જગ્યા ઉપર અનેક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં યાત્રીઓને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવે છે

કહેવાય છે ને વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની જરૂર પડતી નથી તેવી જ રીતે નવરાત્રી પહેલા માં આશાપુરાના દર્શન કરવા માટે દેશના દરેક રાજ્યમાંથી હજારોની સંખ્યામાં માઇ ભક્તો આવતા હોય છે તેવી જ રીતે મુંબઈ, વલસાડ વિગેરે જેવા વિસ્તારમાંથી અનેક માઇ ભક્તો સાયકલ લઈને માતાજીના દર્શન કરવા માટે થઈને આવતા હોય છે આ સાયકલ યાત્રીઓ આજે મોરબી જિલ્લામાં પહોંચ્યા હતા અને મકનસર ગામ પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે વણઝારાની મેલડી મંદિરે જે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યાં સાયકલ યાત્રીઓ તેમજ પદયાત્રીઓ માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે

આવી જ રીતે મોરબીથી કચ્છ સુધી જવાના જેટલા રસ્તા છે તે તમામ રસ્તા ઉપર જુદી જુદી જગ્યા ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ,  સાયકલ યાત્રીઓ અને બાઈક યાત્રીઓ માટે રહેવા, જમવા, ન્હાવા ધોવા, મોબાઈલ ચાર્જ કરવા સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવી છે આ ઉપરાંત કોઈ પદયાત્રીઓના હાથ પગ દુખતા હોય તો તેઓને માલિશ કરવાની તેમજ મેડિકલ સારવારની જરૂર હોય તો મેડિકલ સારવાર માટેની પણ વ્યવસ્થા જુદીજુદી જગ્યા ઉપર કરવામાં આવે છે. હાલમાં જે સાઇકલ યાત્રીઓ વલસાડથી 700 કિલો મીટર દૂર માતાના મઢે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે તેઓ ગત 4 ઓક્ટોબરે વલસાડથી નીકળ્યા હતા અને 11 ઓક્ટોબર એટલે કે પહેલા નોરતે તેઓ માં આશાપુરાના દર્શન કરીને ત્યાંથી તેઓ પરત ફરશે.

ખાસ કરીને મોટાભાગે શ્રદ્ધાળુઓ એવી શ્રદ્ધા છે કે નવરાત્રી ઉપર નવલા દિવસોમાં માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે તો તેઓનું આખું વર્ષ સારું જાય છે અત્રે ઉલ્લેખની હશે કે ઘણા બધા માઇ ભક્તોએ માતાજીના દર્શન કરવા સહિતની જુદીજુદી માનતાઓ લીધેલ હોય છે તેને પૂરી કરવા માટે તેઓ જતાં હોય છે જો કે, પદયાત્રા, સાયકલ યાત્રા કે બાઇક યાત્રા કપરી હોય છે પરંતુ માતાજી ઉપર અપાર શ્રદ્ધા હોવાના કારણે તેઓની યાત્રા સરળતાથી પૂરી થઈ જાય છે અને તેઓ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે




Latest News