વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ


SHARE











કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ

જનતા જનાર્દન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્ય સ્વાસ્થ્ય માટે સાંસદ વિનોદભાઈ ચાવડાની દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા શરૂ કરવામાં આવી છે અને સ્નેહીજનો સાથે માઈભક્તોની હાજરીમાં ભુજના મીરઝાપર હુન્ડાઈ શો-રૂમ પાસે આવેલ મા આશાપુરા સેવા સંકલ્પ કેમ્પથી યાત્રા શરૂ કરી છે અને પદયાત્રા દરમિયાન માર્ગમાં આવતા વિવિધ સેવા કેમ્પોની પણ મુલાકાત સાંસદ લેશે.

કચ્છની કુળદેવી અને સ્વયંભૂ પ્રાગટ્ય સ્થાન એવા માતાના મઢમાં બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે દર વર્ષે આસો નવરાત્રિ નિમિત્તે લાખો માઈભક્તો પદયાત્રા, સાયકલ અને વિવિધ વાહનો દ્વારા ઉમટી પડે છે. આ વર્ષે જનતાની સુખાકારી અને દેશના જનપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુષ્ય માટે એક વિશેષ દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ-મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા પોતાના શુભેચ્છકો અને માઈભક્તો સાથે આ સંકલ્પ યાત્રામાં જોડાયા છે.

આ ભવ્ય પદયાત્રાનું પ્રસ્થાન તા. 8/10/2026, ગુરુવારના રોજ સાંજે 06:30 કલાકે ભુજના મીરઝાપર હુન્ડાઈ શો-રૂમ પાસે આવેલ માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ ખાતેથી ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈભક્તો, સ્થાનિક અગ્રણીઓ અને પદયાત્રી સાથે કચ્છની જનતા ઉપસ્થિત રહી હતી અને માં આશાપુરાના જયઘોષ સાથે સાંસદ વિનોદભાઇ ચાવડાએ સેવા સંકલ્પ સાથે પદયાત્રા શરૂ કરી હતી.

આ પદયાત્રા દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા માતાના મઢ સુધી પગપાળા જઈ રહેલા ભક્તોની સાથે ચાલશે. આ સાથે જ યાત્રાના માર્ગ પર પદયાત્રીઓની સુવિધા માટે ઊભા કરાયેલા વિવિધ સેવા કેમ્પોની તેઓ મુલાકાત લેશે. કેમ્પોમાં રાત-દિવસ જોયા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા સેવાભાવી સ્વયં સેવકો અને સંસ્થાઓની મુલાકાત લઈ, તેમની સેવા ભાવનાને બિરદાવશે અને પ્રોત્સાહિત કરશે. માં આશાપુરા સૌ પદયાત્રીઓની મનોકામના પૂર્ણ કરે અને વડાપ્રધાન તથા દેશ-રાજ્ય પર આશીર્વાદ વરસાવે તેવી મંગલ કામના આ યાત્રા પાછળ વ્યક્ત કરવામાં આવી છે.




Latest News