વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી


SHARE











મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા EMRI Green Health Servicesના સંકલનથી કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના તા.૬ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ૯ વર્ષ પૂર્ણ થયા હતા.

આ ૯ વર્ષની કામગીરીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અંદાજે ત્રીસ હજાર કરતા પણ વધુ ગાય, ભેંસ, કબૂતર અને કૂતરા જેવા અબોલ પશુની સારવાર કરવામાં આવી છે.આ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પંચાસર ચોકડી સ્થિત વેટ પોલી ક્લિનિક ખાતે પશુપાલન વિભાગના વડા નવનીત જે.વડનગરાની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અને આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે અબોલ પશુને અમારી ટીમ દ્વારા ઉત્તમ સારવાર મળતી રહેશે તેમ જણાવ્યું હતું.આ ઉજવણીમાં ૧૮૧ પ્રોજેક્ટના પ્રોગ્રામ મેનેજર તુષાર બાવરવા, પ્રોજેકટ કોઓર્ડીનેટર દિનેશ ચાંચિયા તથા એમ્બ્યુલન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News